HUSBAND WIFE

HUSBAND WIFE

પતિ-પત્નીના સંબંધો પર તો ઘણું લખાયેલું છે. પણ આ સંબંધ વિશે સમજણ બહુ ઓછા લોકો પાસે છે. પુરુષના મિત્રોનું લિસ્ટ તો બહુ લાંબુ હોય છે, પરંતુ તેને સમજી શકે એવા મિત્રો બહુ ઓછા હોય છે. પરણિત પુરુષને તેને પોતાની પત્નીથી સારો મિત્ર બીજો કોઈ મળી જ ના શકે. અરે, તમને તમારા કરતાં પણ કોઈ વધારે જાણતું હો તો એ તમારી પત્ની જ છે, તો પછી આનાથી સારો મિત્ર બીજો કોઈ હોય શકે?
તમારા ઘરની તમામ જવાબદારીઓ, તમારું ઘર, માતા-પિતા, બાળકો, વ્યવહાર અને તમારા મિત્રોને પણ સાચવવાની જવાબદારી એના માથે જ હોય છે. તમારા સુખમાં ભગવાનનો આભાર માને છે, તો તમને દુખ પહોચે તો ભગવાનને ફરિયાદ કરીને તેની  સાથે લડી પણ લે છે. જ્યારે તમે મુસીબતમાં હોય ત્યારે તમારી પાસે તમારા કોઈ સગા-સંબધી કે મિત્રો હોય કે ના હોય પણ તમારી પત્ની તો તમારી સાથે કોઈપણ પરિસ્થિતિમાં ઊભી જ રહેશે.
તેને આપવામાં આવતી દરેક ભૂમિકા માટે તે હમેશા તૈયાર જ રહે છે, પછી એ પ્રેમિકાની હોય, શિક્ષકની હોય, નર્સની હોય. તેને ઘરની અન્નપૂર્ણા પણ કહેવામા આવે છે, તમને તેનાથી સારો કૂક તમને શોધ્યે પણ નહીં મળે. મુશ્કેલીના સમયમાં એ એવા ઉપાયો શોધી લાવશે કે કોઈ મલ્ટીનેશનલ કંપનીના ચેરમેન પણ ના શોધી શકે અને છતાં પણ આપણે સૌથી વધુ મજાક પણ તેની જ ઉડાવીએ છીએ. તમારી બધી જ મજાક અને અપમાન સહન કરી લે છે કેમ કે એના માટે તો મનનો સંતોષ એ જ છે કે તમારા ચહેરા પર હસ્યાં રહે.
દુનિયામાં ફ્રેન્ડશિપ ડે, ટીચર ડે, વેલેન્ટાઈન ડે ઘણા દિવસો આવે છે અને આપણે ઉજવીએ પણ છીએ, પણ પત્નીનો આભાર વ્યક્ત કરવાનો કોઈ દિવસ જ આપણે ત્યાં નથી. તેનો આભાર વ્યક્ત કરવાની વાત તો બહુ દૂર છે પણ તેનો જન્મ દિવસ કે એનિવર્સરી પણ આપણને યાદ નથી રહેતી. પત્નીને તમારા આભાર વ્યક્ત કરતાં શબ્દોની પણ જરૂર નથી છતાં પણ તેનો આભાર જરૂર માનજો તો તેને પણ તમારી તરફથી થોડી ખુશી મળશે
કોઈપણ સંબંધોમાં અને ખાસ કરીને પતિ પત્નીના સંબંધોમાં એક વાત સામાન્ય છે કે સામે વાળા વ્યક્તિની ઇચ્છાનું પણ ધ્યાન રાખવું, તેનો ભરોસો જીતવો અને તેને હંમેશા માટે સાચવી રાખવો ફક્ત આ બાબતો જ મહત્વ રાખતી. ઘણા લોકોને એવું લાગે છે કે અમે તો આ બધી બાબતોનું ધ્યાન રાખેલું છતાં પણ અમારો સંબંધ તૂટી ગયો.
હકીકતમાં આ વાતોનુ ધ્યાન રાખવું એ ખૂબ કઠિન છે, થોડી પણ આમાં ચૂક થઈ જાય તો તેના લીધે સંબંધોમાં ગાંઠ આવી જાય છે. પણ જો અમુક વાતોનુ ધ્યાન રાખવામા આવે તો આ સંબંધો આપના જીવનની જમાપૂંજી બનીને રહે છે.
ઘણીવાર એવું બને છે કે કોઈ સંબંધમાં આપણે પાર્ટનરને નજીક લાવવા માંગીએ છીએ પણ તેને આપના પર ભરોસો કરવા માટે સામાની જરૂર હોય છે. એવામાં જો આપણે એ વ્યક્તિની નજીક જવાની કોશિશ કરીશું તો તેના લીધે સંબંધોમાં વધારે તકલીફ ઊભી થશે. જો તમે એકબીજાના જીવનમાં દખલગીરી કરશો તો એ સંબંધ વધુ સમય સુધી નહીં ટકી શકે. સંબંધને પરિપક્વતા આપવા માટે બંને એકસાથે પગલાં માંડો અને એકબીજાને સમય આપો. આવું કરીને તમે સંબંધનો એક મજબૂત પાયો નાખશો.
સંબંધોની ઉંમરની સાથે સાથે બંને વચ્ચેનો ભરોસો પણ વધશે. જેમ જેમ સમય જશે તેમ તમને તમારા પાર્ટનરની ઘણી વાતો ખ્યાલ આવશે, જેવી કે તેની આદતો, તેની પાછલા જીવનની વાતો અને તેમાં ઘણી વાતો સ્પષ્ટ થઈ જશે. જરૂરી છે તમારા બંને વચ્ચે થયેલી વાતો ફક્ત તમારા બંને સુધી જ સીમિત રહે. જાણતા અજાણતા તો તમને તમારા પાર્ટનરની કોઈ વાત બીજા કોઈ વ્યક્તિ સાથે શેયર કરી તો તમારા પાર્ટનરને ખૂબ જ દુખ થશે. તમારા સંબંધોની ગરિમા જાળવી રાખવી એ તમારા હાથમાં છે. તમને કહેવામા આવેલી વાત ફક્ત તમારા સુધી જ સીમિત રાખો તેને બીજા કોઈ વ્યક્તિને ના કહો.
દરેક સંબંધનો શરૂઆતનો સમય એવો હોય છે જ્યારે એકબીજા પર ભરોસો તો હોય છે પણ પૂરતો નહીં હોતો. આવા સમયમાં ધ્યાન રાખવાની જરૂર છે કે તમારા બંને વચ્ચે કોઈ ત્રીજો વ્યક્તિ ઘૂસપેઠ ના કરે. તમારા સંબંધ વિશે જો કોઈ ત્રીજો વ્યક્તિ ટીકા ટિપ્પણી કરે છે તો તેને અટકાવો નહિતર તમારા સંબંધોમાં તિરાડ પડતાં સમય નહીં લાગે.
એકબીજા પર ભરોસો કરવો એ પહેલું પગથિયું છે આજે બીજું પગથિયું છે કે તમને એકબીજાનું મહત્વ ઓળખો અને સ્વીકારો. ઘણીવાર એવું બને છે કે આપણે ખોટા સ્વાભિમાનને કારણે આપતા સાથીની આપના જીવનમાં મહત્વતા સ્વીકારતા નથી. આપણે ભરોસાની આશા તો રાખીએ છીએ પરંતુ ભરોસો કરી શકતા નથી.
તમે તમારા પાર્ટનરને ભલે ગમે તેટલો પ્રેમ કરતાં હોય, તમારી આખી જિંદગી તેની સાથે વિતાવવાની ઈચ્છા હોય પણ એ ધ્યાન રાખો કે તમારો આ પ્રેમ તેના માટે તેના પગની સાંકળ ના બની જાય. કોઈપણ સંબંધમાં સ્વતંત્રતા સૌથી અગત્યનું પાસું છે. તો તમે તમારા પાર્ટનર ને પ્રેમ કરો છો તો તેની સંપૂર્ણ સ્વતંત્રતા આપો.
પરિવાર, મિત્રો, ઓફિસ આવી ઘણી ચીજો હોય છે જે બે વ્યક્તિઓ વચ્ચે પ્રાથમિકતાઑમાં અંતર પેદા કરે છે. તમારો ગમે તેટલો મજબૂત હશે પણ જ્યાં સુધી પ્રાથમિકતા નહીં હોય ત્યાં સુધી બે વ્યક્તિ વચ્ચે હંમેશા અંતર રહેશે. આવા સમયે “હું” ને બદલે “અમે” ની વિચારસરણી રાખો. સંબંધોમાં ક્યારેય પણ અહંમ ને ના આવવા દો.
KALPESH TALVADI 9712098910

Comments