kem so dosto jox

*અદ્ભૂત મિત્રો મળી ગયા*

કોઈનું પેટ વધી ગયું તો કોઈના વાળ ખરી ગયા,
ઉંમર સાથે વધતા વર્ષો આપણી સાથે કળા કરી ગયા.

કોઈને લીફ્ટ મળી ગઈ ને કોઈ દાદરા ચડી ગયા,
કોઈએ સંઘર્ષ કર્યો,
કોઈને સુખો સહેલાઈથી જડી ગયા.

દરેકના શું સપના હતા ને દરેક શું બની ગયા,
પરિસ્થિતિ પ્રમાણે બધા પોતપોતાના રસ્તે પડી ગયા.

કોઈની તબિયત સારી રહી તો કોઈ લથડી ગયા,
કોઈ લોઢા જેવા રહ્યા તો કોઈ બિચારા ઓગળી ગયા.

જીંદગી ના એ સોનેરી દિવસો બહુ ઝડપથી સરી ગયા,
યાદ બનીને મનના ખૂણે એ ડીપફ્રીજ થઈને ઠરી ગયા.

*પણ એક વાતમાં આપણા સૌના નસીબ ઉઘડી ગયા,*
*આપણને સૌને અનાયસે અદ્ભૂત મિત્રો મળી ગયા.*

Comments