“તમારા વાલ્મીકી પરિવારોની આવનારી પેઢીઓ ભલે ગમે તેટલું ભણી લે પણ અહી તો એને સફાઈ-કર્મચારીની જ નોકરી મળશે...બીજી કોઈ નોકરી નહિ મળે...અને હા બીજી નોકરી નહિ જ મળે...પણ તમે કોઈ દુકાન-બુકાન કરીને કઈ ધંધો ય નહિ કરી શકો...તમારે અહીનું નાગરિક રહેવું હોય તો અમારી ગંદકી જ ઉપાડવી પડશે પેઢી દર પેઢી...”
.
.
.આ લખેલું છે જમ્મુ એન્ડ કાશ્મીરના સંવિધાનમાં, એના આર્ટીકલ 35Aમાં .
ઈ.સ.૧૯૫૭માં જમ્મુ એન્ડ કાશ્મીરમાં સફાઈ કર્મચારીઓની સામુહિક હડતાલ થઇ ગઈ. ત્યાં કોઈ ગંદકી ઉપાડવા તૈયાર નહોતું એટલે કાશ્મીરના તત્કાલીન વડાપ્રધાન (હા, વડાપ્રધાન ત્યારે કાશ્મીરના સી.એમ.ને વડાપ્રધાનનો દરજ્જો મળતો) એ વડાપ્રધાન ગુલામ મહોમ્મદ બક્ષી કાશ્મીરની ગંદકી ઉપાડવા માટે પંજાબમાંથી સવા બસો જેટલા વાલ્મીકી પરિવારોને કાશ્મીરમાં નાગરિકતા આપીશું, સફાઈ કર્મચારીની સરકારી નોકરી આપીશું અને રહેવા ક્વાટર્સ આપીશું એ શરતે કાશ્મીરમાં વસાવ્યા...પણ વર્ષો બાદ, પેઢીઓ બાદ જ્યારે એ પરિવારોના સંતાનો ભણી-ગણીને લાયકાત પ્રમાણે બીજી નોકરીઓ લેવા ગયા ત્યારે એમને જાણ થઇ કે એમના પૂર્વજોને પંજાબમાંથી લઇ આવ્યા ત્યારે કાશ્મીરમાં નાગરિકતા આપીશું, સફાઈ કર્મચારીની સરકારી નોકરી આપીશું અને રહેવા ક્વાટર્સ આપીશું વગેરે વાતો સાથે આર્ટીકલ 35Aમાં એક વાત ઉમેરી દેવામાં આવી કે “આ વાલ્મીકી પરિવારોની આવનારી પેઢીઓ ભલે ગમે તેટલું ભણી લે પણ અહી તો એને સફાઈ-કર્મચારીની જ નોકરી મળશે...બીજી કોઈ નોકરી નહિ મળે...જો અહીનું નાગરિક રહેવું હોય તો...”
૧૯૫૭ના એ સવા બસો પરિવારો આજે તો હજારોની જનસંખ્યા ધરાવે છે, આજે ત્યાં આ વાલ્મીકી પરિવારોના કેટલાય સંતાનો એન્જીનીયર કે ગ્રેજુએટ કે બીજી કોઈપણ ડીગ્રી લઈને ય કા તો મેલું ઉપાડે છે અથવા તો ત્યાં અથવા કાશ્મીરની બહાર છુટા-છવાયા કામ કરે છે, જ્યારે એમના જ સગાઓ જે પંજાબમાં જ રહ્યા એમના સંતાનો પંજાબ પોલીસમાં IGની રેન્ક સુધી પહોચ્યા છે...
માનવ અધિકારનું આનાથી મોટુ હનન ક્યાંય જોયું છે? પણ સાંભળ્યું કોઈને આની વાત કરતા? કોઈ દલિતનો મસિહાઓને જોયા આ મહાદલિત પરિવારોની હક્ક માટે હરફ પણ ઉચ્ચારતા ? જોઈ કોઈ દલિતોના નામે વોટ માંગતી પાર્ટીઓઓને આ બાબતમાં ઉફ પણ કરતી...?? જોઈ કોઈ મીડિયા ચેનલ કે છાપાઓને આ બાબતે ચટપટી ખબરો ફેલાવતા...? કાશ્મીરની વાત આવી એટલે ત્યાં એ બધા ચુપ છે...
આ આર્ટીકલ 35A વિરુદ્ધ જુલાઈ ૨૦૧૫માં સુપ્રીમમાં પીટીશન દાખલ કરાય છે, આ લોકોને હક્ક આપવા માટે કોણે પીટીશન દાખલ કરી છે એ ગુગલ કરી લેજો...કોઈ દલિતોના મસીહાનું નામ એમાં મળે તો કહેજો...
થાય તો આને શેર કરો કદાચ કોઈ કહેવાતા મસીહાની હિંમત થાય...ત્યાં એકાદી રેલી કરવાની...
(આ બાબતે રાજ્યસભાટીવીનો એક વિડીયો કમેન્ટમાં)
Kanji makwana gujarat thought.
Comments
Post a Comment